June 8, 2023

વર્ષ: 2022-23 શિષ્યવૃત્તિ જમા ના થઇ હોય તે માટે બેંક એકાઉન્ટ સાથે આધાર કાર્ડ લીંક કરાવવા અગત્યની સૂચના

 વર્ષ ૨૦૨૨-૨૩ ના શિષ્યવૃત્તિ મેળવતા SC/ST/OBC/EBC/NTDNT/Other કેટેગરી ના તમામ વિદ્યાર્થીઓ ને જણાવવાનું કે સરકાર શ્રી ના આદેશ અનુસાર શિષ્યવૃત્તિનું ચુકવણું આધાર બેઝ્ડ કરવાનું હોવાથી દરેક વિદ્યાર્થીએ પોતાના બેંક એકાઉન્ટ NPCI સર્વર ઉપર DBT (Direct Benefit Transfer) માં પોતાનું આધાર કાર્ડ લીંક કરાવવું ફરજીયાત છે.

વિદ્યાર્થીનો આધાર નંબર કઇ બેંક સાથે લીંક છે તે ચેક કરવા માટે નીચે આપેલ લીંક પર  કલીક કરો. ( કલીક કરવાથી જે વેબસાઇટ ઓપન થશે તેમા વિદ્યાર્થીનો આધાર નંબર નાખી OTP એન્ટર કરી આધાર નંબર કઇ બેંક સાથે લીંક છે તે જાણી શકાય છે)

https://resident.uidai.gov.in/bank-mapper

જે વિદ્યાર્થીઓની વર્ષ  : 2022-23 શિષ્યવૃત્તિ જમા ના થઇ હોય તેવા દરેક વિદ્યાર્થીઓએ ફરજીયાત બેંક માં જઈ આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ DBT થાય તે મુજબ લીંક કરેલ છે કે કેમ તેની અચૂક ખાતરી કરવાની રેહશે.

જો વિદ્યાર્થી દ્વારા આ મુજબ કરવામાં નહિ આવે અને ફોર્મ ભરેલું હોવા છતાં શિષ્યવૃત્તિ થી વંચિત રહી જશે તો સંપૂર્ણપણે જવાબદારી જે તે વિદ્યાર્થીની રેહશે.